મોરબીની યુવતીની કારની ટક્કરે ગેરેજવાળાનું 52 વર્ષીય વૃધ્ધનું મોત

મોરબીની યુવતીની કારની ટક્કરે ગેરેજવાળાનું 52 વર્ષીય વૃધ્ધનું મોત

વડોદરા: નેશનલ હાઇવે તરસાલી પાસે મંગળવારે સવારે કારની ટક્કરે રોડ ક્રોસ કરતાં ગેરેજવાળા પ્રૌઢનું કરૂણ મોત નીપજયું હતું. મકરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મોરબીની કાર ચાલક યુવતીની ધરપકડ કરી હતી.
તરસાલી પાસે ગેરેજ ચલાવતો 52 વર્ષીય રાજન જનાર્ધન પિલ્લાઇ મંગળવારે સવારે 10 વાગ્યાના સુમારે તરસાલીથી કપુરાઇ તરફ ચાલતો જતો હતો. રાજન તરસાલીના કેજીએન ઢાબા પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સુરતથી અમદાવાદ તરફ જતી અલ્ટો કારના ચાલકે તેને ટક્કર મારતા તે હવામાં ફંગોળાઇને પછડાયો હતો. કાર નજીકની કાંસમાં ઉતરી ગઇ હતી જ્યારે અકસ્માતમાં રાજન પિલ્લાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મકરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલક મહિલા કાજલબહેન ત્રિવેદીની ધરપકડ કરી હતી.