વડોદરા: અનગઢમાં કામલીલા આચરનાર ડો.પ્રતીક જોષીની ધરપકડ

વડોદરા: અનગઢમાં કામલીલા આચરનાર ડો.પ્રતીક જોષીની ધરપકડ

અનગઢની કામલીલાનો ફરાર ડો.પ્રતીક જોષી કડાણા તાલુકાના વેલણવાડા ગામમાંથી શનિવારે મળસકે 3.30 વાગે શેરડીના ખેતરમાંથી નિકળીને ફ્રેશ થવા ઘરે ગયો ત્યારે પકડાઈ ગયો હતો. પોલીસ તેને શનિવારે વહેલી સવારે નંદેસરી પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી, ત્યારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો.
નંદેસરી પીઆઇ જે.કે.પટેલ કડાણાથી જ બદલી થઇને વડોદરા આવેલા હોવાથી તેમણે પોતાના બાતમીદારોને સક્રિય કરતાં તેમને બે દિવસથી પાકી બાતમી મળી હતી કે પ્રતીક જોષી ગામની સીમમાં આવેલા ખેતરોમાં જ છુપાયો છે.બાતમીના આધારે પીએસઆઇ ગીલાતર અને બે કોન્સ્ટેબલ વેલણવાડામાં ફરતા રહ્યા હતા. શનિવારે વહેલી સવારે 3.30 વાગે પ્રતીક ખેતરમાંથી નિકળીને કપડાં બદલવા પોતાના ઘર પાસે પહોંચ્યો કે પોલીસે પાછળથી આવીને તેની પર ધાબળો નાંખી દબોચી લીધો હતો. તેણે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ પોલીસે ધાબળો નાંખી દેતાં તે છટકી શક્યો ન હતો. ત્યારબાદ તેને નંદેસરી પોલીસ સ્ટેશનમાં હાજર કરાયો હતો.