વડોદરા: તડીપાર કરાયેલા બૂટલેગર અલ્પુ સિંધીની ધરપકડ

વડોદરા: તડીપાર કરાયેલા બૂટલેગર અલ્પુ સિંધીની ધરપકડ

વડોદરા: શહેરમાંથી એક વર્ષ માટે તડીપાર કરાયેલા કુખ્યાત બૂટલેગર અલ્પુ સિંધીએ વડોદરામાં પ્રવેશ કરતાં સિટી પોલીસે તેની ધરપકડ કરી છે. સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે તડીપાર અને હિસ્ટ્રીશીટરને ચેક કરવાની કામગીરી કરી રહ્યો હતો. રાત્રે 8:45 વાગે વારસિયાના લીલાસા હોલની બાજુમાં નામચીન બૂટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાની બેઠો હતો. સિટી પોલીસ અને પીસીબીની દરખાસ્તના આધારે પોલીસ કમિશનરે નામચીન અલ્પુ સિંધીને 26 મે 2017 થી એક વર્ષ સુધી વડોદરા શહેર તેમજ આજુબાજુના જિલ્લામાંથી તડીપાર કર્યો હતો તેમ છતાં અલ્પુ વારસિયામાં દેખાતાં પોલીસે તેની પાસે પૂર્વ મંજૂરી માગતાં મળી હતી. પોલીસ કમિશનરના હુકમનો ભંગ કરનાર અલ્પુ સિંધીની પોલીસે હદપાર ભંગના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.