દિલ્હી એન્કાઉન્ટર: કુખ્યાત રાજેશ ભારતી ગેંગના ચાર સાગરિતોને ઠાર મરાયા

દિલ્હી એન્કાઉન્ટર: કુખ્યાત રાજેશ ભારતી ગેંગના ચાર સાગરિતોને ઠાર મરાયા

દિલ્હીના છતરપુર વિસ્તારમાં શનિવારે પોલીસે એન્કાઉન્ટરમાં ભારતી ગેંગના ચાર મોસ્ટ વોન્ટેડ ઈનામી ગુંડા રાજેશ ભારતી, વિદ્રોહ, ઉમેશ ડોન અને ભીખુને ઠાર માર્યા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં 8 પોલીસ કર્મી ઘાયલ થયા છે. તેમાંથી 6ને ગોળી વાગી છે. દિલ્હીના એક ફાર્મહાઉસમાં 25 મિનિટ સુધી ચાલેલી અથડમણમાં બંને તરફથી 40થી 50 રાઉન્ડ ગોળીબાર થયો હતો. દરમિયાન ઉત્તરપ્રદેશના સીતાપુરામં પણ એક લાખ રૂપિયાનો ઇનામી ગુંડો શરીફ બંજારા પોલીસ અથડામણમાં ઠાર મરાયો હતો. રાજેશ ભારતી દિલ્હી પોલીસના 10 વોન્ટેડ ગુંડાઓના લિસ્ટમાં હતો. તેની સામે લૂંટ સહિત 25 કેસ નોંધાયેલા હતા અને તેના માથે 1 લાખ રૂપિયાનું ઇનામ હતું.