દિલ્હીઃ બીજા ધોરણમાં ભણતી બાળકી પર ઇલેક્ટ્રિશને રેપ ગુજાર્યો

દિલ્હીઃ બીજા ધોરણમાં ભણતી બાળકી પર ઇલેક્ટ્રિશને રેપ ગુજાર્યો

સ્કૂલોમાં બાળકોની અસલામતીના કિસ્સા એક પછી એક વધી રહ્યા છે, જે કરોડો માતા-પિતાઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આવા જ એક મામલામાં દિલ્હીના ગોલ માર્કેટમાં આવેલી સરકારી સ્કૂલમાં એક ઈલેક્ટ્રિશને બીજા ધોરણની બાળકી પર રેપ ગુજાર્યો હતો. બાળકીને ઘરે ગયા બાદ બ્લિડિંગ થતા પરિવારજનો ડોક્ટર પાસે લઈ ગયા હતા અને એ પછી વિગતો બહાર આવી હતી. પોલીસે ઈલેક્ટ્રિશિયન રામ આસરેની ધરપકડ કરી લીધી છે. ઈલેક્ટ્રિશિયન બાળકીને સ્કૂલ પુરી થયા બાદ ફોસલાવીને પંપ હાઉસમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો ખુલાસો થયો હતો.