છોટા રાજન સહિત 9 આરોપીને આજીવન કેદ

છોટા રાજન સહિત 9 આરોપીને આજીવન કેદ

બહુચર્ચિત જે. ડે હત્યા પ્રકરણમાં અંડરવર્લ્ડ ગેંગસ્ટર રાજેન્દ્ર નિકાળજે ઉર્ફે છોટા રાજનને સ્પેશિયલ મોક્કા કોર્ટે જન્મટીપની સજા સંભળાવી છે. છોટા રાજન સહિત આ હત્યાકાંડના અન્ય 9 દોષીઓને પણ જન્મટીપની સજા સંભળાવવામાં આવી હતી. આ 9 આરોપીઓમાં સતીશ કાલ્યા, અભિજિત શિંદે, અરુણ ડાકે, સચિન ગાયકવાડ, અનિલ વાઘમોડે, નિલેશ શેંડગે, મંગેશ અગનાવે, વિનોદ અસરાની અને દીપક સિસોદિયાનો સમાવેશ છે. આ 9 આરોપીઓમાંથી 8 દોષીઓને દરેકને 26 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દીપક સિસોદિયાને આ દંડમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. દરમિયાન આ હત્યાકાંડ પ્રકરણે પોલ્સન જોસેફ અને પત્રકાર જિગ્ના વોરાની નિર્દોષ મુક્તિ કરવામાં આવી હતી. ચુકાદો સંભળાવતા સજાની સુનાવણી થઈ રહી હતી એ સમયે છોટા રાજન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં હાજર હતો.