ચેનલના સંપાદકે સહકર્મચારી સાથે દુષ્કર્મ

ચેનલના સંપાદકે સહકર્મચારી સાથે દુષ્કર્મ

પાંડેસરા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષિય નિર્ભયા (નામ બદલ્યું છે) ઉધના મેઈનરોડ ખાતેની આઝાદ ન્યુઝ ચેનલમાં નોકરી કરે છે. ગત સાંજે તે ચેનલ ઉપર હાજર હતી ત્યારે સાંજના ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં ચેનલના સંપાદક રવિન્દ્રસિંગ મોતીસીંગ ઠાકુર(ગોરખા) ઉર્ફે રવિ નેપાળી (રહે. હરીનગર, ઉધના, સુરત) એ તેને એક મોટર બાબતે વાત કરવી છે. તેમ કહી પોતાની ઓફિસમાં બોલાવી હતી. બાદમાં રવિ નેપાળી યુવતીને રૃમની અંદર લઈ ગયો હતો અને અડધો કલાકમાં બે વખત તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
   રવિ નેપાળીએ ગતરોજ પહેલી વખત નિર્ભયાનું શારીરિક શોષણ કર્યુ ન હતું આઠેક માસ અગાઉ પણ તે નિર્ભયાને કામના બહાને બહાર લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ધાકધમકી આપી તે અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. આખરે ગત રોજ નિર્ભયાએ હિંમત દાખવીને ગત રાત્રે આ અંગે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં રવિન્દ્રસીંગ ઠાકુર ઉર્ફે રવિ નેપાળી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદનોંધાવી હતી.