બીટકોઇન કેસમાં હવે ઇન્કમટેક્સ વિભાગ દિવ્યેશ દરજીની પુછપરછ કરશે

બીટકોઇન કેસમાં હવે ઇન્કમટેક્સ વિભાગ દિવ્યેશ દરજીની પુછપરછ કરશે

બીટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા આરોપી પ્રમોટર્સ દિવ્યેશ દરજીની સુરત સીઆઈડી ક્રાઈમ તથા બેંગ્લોર પોલીસ બાદ હવે સુરત ઈન્કમટેક્સ વિભાગ પુછપરછ કરે તેવી સંભાવના છે.

બેંગ્લોર પોલીસની કસ્ટડીમાંથી દિવ્યેશ દરજી લાજપોર જેલમાં પરત સોંપવામાં આવે ત્યારે જેલ કસ્ટડીમાં તેની પૂછપરછ માટે ઇન્કમટેક્સ વિભાગે કાનુની કાર્યવાહી આરંભી છે. 

સુરત ઈન્કમટેક્સ વિભાગના વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આયકર વિભાગ દ્વારા દિવ્યેશ દરજીની જેલ કસ્ટડીમાં પૂછપરછ કરવા દેવા માટે સુરત કોર્ટમાં કાનુની કાર્યવાહી હાથ ધરવાની કવાયત હાથ ધરી છે.