બિહાર: ઓસ્ટ્રેલિયન નાગરિકનું શબ વૃક્ષ પર લટકેલું મળ્યું 

બિહાર: ઓસ્ટ્રેલિયન નાગરિકનું શબ વૃક્ષ પર લટકેલું મળ્યું 

બિહારના ગયા જિલ્લામાં ઓસ્ટ્રેલિયાના એક નાગરિકનું શબ વૃક્ષ પર લટકેલું જોવા મળ્યું હતા. બોધગયા પોલીસ સ્ટેશનના રાજાપુર ગામની પાસે બગીચામાં શનિવારે સવારે વૃક્ષ પર લટકતું શબ જોઈને લોકોએ પોલીસને તેની જાણ કરી. પોલીસે શબ કબજામાં લઈ લીધું છે. આ હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ કરવા માટે પોલીસે પટણાથી ફોરેન્સિક સાયન્સ પ્રયોગશાળાની ટીમ બોલાવી છે. 
શહેરના એસપીએ જણાવ્યું કે શબની પાસે ડાયરી અને એક નોટ મળી છે, જેનાથી એ જાણવા મળે છે કે વ્યક્તિ ઓસ્ટ્રેલિયન નાગરિક હીથ એલન (33) છે અને સિડનીની પાસે વેસ્ટમીડનો રહેવાસી છે.