ઉન્નાવ દુષ્કર્મ કેસ: BJPના ધારાસભ્ય કુલદીપ સેંગર 7 દિવસના રિમાન્ડ પર 

ઉન્નાવ દુષ્કર્મ કેસ: BJPના ધારાસભ્ય કુલદીપ સેંગર 7 દિવસના રિમાન્ડ પર 

ઉન્નાવ દુષ્કર્મકાંડ અને પીડિતાના પિતાની હત્યાના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સીબીઆઈ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં હાજર વખતે સેંગરે મીડિયાને કહ્યું કે ભગવાન પર મને વિશ્વાસ છે. આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીબીઆઈએ શનિવાર સાંજે 4:00 વાગ્યે ધારાસભ્યને કોર્ટમાં હાજર કર્યો હતો. તપાસ એજન્સીએ કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડ માગ્યા છે. સેંગરના વકીલે સીબીઆઈની આ માગણીનો કોઈ વિરોધ નથી કર્યો પરંતુ કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ પર જ સીબીઆઈને સોંપી દીધો છે. ઉલ્લેખનીય છે કે લગભગ છ દિવસ સુધી વિવાદ ચાલ્યા બાદ શુક્રવારે સવારે સીબીઆઈને ધારાસભ્યને અટકાયતમાં લીધો હતો અને 17 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. પીડિતા સાથે આમનો-સામનો પણ કરાવ્યો. સીબીઆઈએ પીડિતાની લખનઉની લોહિયા હોસ્પિટલમાં મેડિકલ તપાસ પણ કરાવી.