વડોદરા: ગોત્રીમાં બનતી નવી ઇમારતના બીજા માળેથી પટકાતાં યુવાનનું મોત

વડોદરા: ગોત્રીમાં બનતી નવી ઇમારતના બીજા માળેથી પટકાતાં યુવાનનું મોત

વડોદરા: શહેરના ગોત્રી સેવાસી રોડ વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાછળ નવી બંધાઇ રહેલી ઇમારતના બીજા માળેથી પટકાતાં 35 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. પ્રિયા ટોકીઝ સેવાસી ખાતે નવીન ઇમારતના બીજા માળેથી સુરપાલસિંહ દીપસિંહ બારિયા પટકાતાં તેને સારવાર અર્થે શનિવારે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એસએસજી ખાતે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.