અંકલેશ્વરઃ બે સ્થળેથી 90,000થી વધુનો દારૂ ઈંગ્લીશ ઝડપાયો, 3ની અટકાયત 

અંકલેશ્વરઃ બે સ્થળેથી 90,000થી વધુનો દારૂ ઈંગ્લીશ ઝડપાયો, 3ની અટકાયત 

અંકલેશ્વર શહેર પોલીસે 2 સ્થળે થી ઈંગ્લીશ દારૂ જથ્થો ઝડપી પાડી 3 ઈસમની અટકાયત કરી હતી. માંડવા ગામે થી 79 હજારના દારૂ સાથે કાર મળી 1.79 લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો અને પીરામણનાકા પર થી 17 હજારના ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે માંડવા ગામની નવી નગરીમાં રહેતો રણજીત ચતુર વસાવાના ઘર પાસે દરોડો પાડી કારમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 648 નંગ બોટલ કિમત રૂપિયા 79,200 અને કાર મળી કુલ રૂપિયા 1 લાખ 79,200 સાથે બુટલેગરને ઝડપી પાડી હતો. અંકલેશ્વર શહેર પોલીસે પીરામણ નાકા પાસે શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીમાં રહેતો જોગીન્દર ઉર્ફે હીરાસિંગ સરદારજી વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.