બિહાર : પંચાયતના ફરમાન બાદ છોકરીને થાંભલાથી બાંધી મારમારવાના બનાવમાં 4ની ધરપકડ

બિહાર : પંચાયતના ફરમાન બાદ છોકરીને થાંભલાથી બાંધી મારમારવાના બનાવમાં 4ની ધરપકડ

બિહારમાં ચંપારણ જિલ્લાના બગહા ગામમાં એક છોકરીને થાંભલાથી બાંધીને મારવાનો વીડિયો વાયરલ થયો છે. જેના બાદ પોલીસે આ ઘટના પર ધ્યાન આપતાં વીડિયોના આધારે ચાર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓની પૂછપરછથી જાણ થઈ કે છોકરીને બગહા ગામની પંચાયતના ફરમાન બાદ થાંભલાથી બાંધીને મારવામાં આવી હતી. ત્યારે જ કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ મામલો બે છોકરીઓ વચ્ચેના સંબંધોનો છે. જેની જાણ થતાં પંચાયત સામે આ ઘટનાને અંજામ અપાયો હતો. બગહાના એસપી અરવિંદ ગુપ્તાએ કહ્યું કે વીડિયો આવતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.