મુંબઈ બ્લાસ્ટ કેસના દોષિત અબુ સાલેમ અને કરીમુલ્લાને આજીવન કેદ, બેને ફાંસી

મુંબઈ બ્લાસ્ટ કેસના દોષિત અબુ સાલેમ અને કરીમુલ્લાને આજીવન કેદ, બેને ફાંસી

12 માર્ચ, 1993નાં રોજ મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં મુંબઈની સ્પેશિયલ ટાડા કોર્ટે અબૂ સાલમે અને કરીમઉલ્લા શેખને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ બંનેને 2-2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાલેમ પર 100 ગ્રેનેડ મુંબઈ લાવવાનો ગુનો સાબિત થયો છે. તો તાહિર મર્ચન્ટ અને ફિરોઝ અબ્દુલ રાશિદ ખાનને ફાંસીની સજા જ્યારે રિયાઝ સિદ્દીકીને 10 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે. આ કેસમાં 16 જુનનાં રોજ કોર્ટે અબુ સલેમ, કરીમઉલ્લા શેખ, રિયાઝ શેખ, ફિરોઝ અબ્દુલ રાશિદ ખાન, તાહિર મર્ચન્ટ અને મુસ્તાક ડોસાને દોષિત જાહેર કર્યા હતા. જેમાંથી મુસ્તફા ડોસાનું 28 જૂને હાર્ટએટેકથી મોત થઈ ગયું છે. કોર્ટે અબ્દુલ કય્યુમને નિર્દોષ જાહેર કર્યો હતો.
12 માર્ચ, 1993નાં રોજ મુંબઈમાં એક પછી એક 12 વિસ્ફોટ થયા હતા. 257 લોકોના મોત નિપજ્યા હતા, જયારે 700થી વધુ લોકો ઘાય થયા હતા. 2006માં આ કેસમાં પહેલો ફેંસલો આવ્યો હતો. તે સમયે ટાડા કોર્ટે 123 આરોપીઓમાંથી 100ને સજા સંભળાવવામાં આવી હતી, 23 લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. યાકૂબ મેમણને આ ફેંસલામાં જ સજા સંભળાવ્યા બાદ 30 જુલાઈ, 2015નાં રોજ મહારાષ્ટ્રની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અબૂ સાલેમ, કરીમઉલ્લા શેખ, રિયાઝ શેખ, ફિરોઝ અબ્દુલ રાશિદ ખાન, તાહિર મર્ચન્ટ, અબ્દુલ કય્યૂમ અને મુસ્તાક ડોસાને 2002 પછી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યા હતા. એવામાં કોર્ટનું માનવું હતું કે આ લોકો પણ સુનાવણી સાથે કરવામાં આવી તો ફેંસલો મોડો આવી શકે છે. અને તેથી જ આ લોકોની સુનાવણી અલગથી થઈ.