ગોત્રીના લક્ષ્મીનગરના ઘરમાં જુગાર રમાડતી મહિલા સહિત 9 ઝબ્બે

ગોત્રીના લક્ષ્મીનગરના ઘરમાં જુગાર રમાડતી મહિલા સહિત 9 ઝબ્બે

વડોદરા: ગોત્રીરોડના લક્ષ્મીનગર-1 માં ઘરમાં જુગારધામ ચલાવતી મહિલાને ત્યાં પોલીસે દરોડો પાડી 8 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂા. 33700, 3 વાહનો સહિત કુલ રૂા. 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
લક્ષ્મીનગર-1 માં રહેતી ગૌરી ડાહ્યાભાઇ રાઠોડ ઘરમાં જુગાર રમાડતી હોવાની બાતમી મળતાં રવિવારે બપોરે પોલીસે દરોડો પાડી પાના પત્તાનો જુગાર રમાડતી ગૌરી રાઠોડ ઉપરાંત વાલ્મિક સોસાયટીનો હિંમત રામભાઇ છોટિયા, ગાયત્રીનગરનો અનિલ ભીખા સીરસાથ, સનફાર્મા વુડાના મકાનનો જિતેન્દ્ર ભૂપત વસાવા, ગોત્રી રોડ ઇડબ્લ્યુએસ ક્વાર્ટર્સનો અંકુર સંજય પટેલ, વ્રજભૂમિ સોસાયટીનો કદાર સંતોષ ઇદુલકર,ગોરવા જીવનનગરનો ગોપાલ ડુંગર રાજપૂત, અનિલ નારાયણ બારિયા અને સનફાર્મા વુડાના મકાનનો ગોવિંદસિંહ હરિસીંગને ઝડપી પાડ્યાં હતાં.