વડોદરામાં એક જ દિવસમાં 7 મહિલાઓના દાગીના લૂંટાયા

વડોદરામાં એક જ દિવસમાં 7 મહિલાઓના દાગીના લૂંટાયા

વડોદરાઃ શહેરમાં શુક્રવારનો  દિવસ પોલીસ માટે શરમજનક રહ્યો હતો. કારેલીબાગ, ગોરવા, આજવારોડ, વાઘોડિયારોડ અને ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં 7 મહિલાઓના અછોડા તુટતા હાહાકાર મચી ગયો છે.

જ્યારે હરણીરોડ, રેસકોર્સ અને રાવપુરા વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં અને અન્ય રીતે ત્રણ મહિલાઓના દાગીના લૂંટાયાના બનાવો બનતા પોલીસની આબરૃનું લીલામ થયુ છે.

1. તેની નજર ચુકવીને તેમની બેગમાંથી દાગીનાનું પર્સ વગે કરાયુ હતુ.જેમાં રૂ.1 લાખની કિંમતની માળા, એક વીંટી અને રોકડા રૂ.4,800 હતા.પોલીસે રિક્ષાના નંબરને આધારે ગુનો નોંધી રિક્ષાચાલકની પુછપરછ હાથ ધરી છે.

2. નવરાત્રી પૂર્વે શહેરમાં મહિલાઓના દાગીના લૂંટવાના એક પછી એક બનાવો બનવા માંડતા તમામ પોલીસ વાનો દોડતી થઇ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાફલા સાથે નાકાબંધી કરી હતી. પોલીસે શકમંદોની પુછપરછનો દોર ચાલુ કરી દીધો હતો. મોડીરાત સુધી પોલીસને અછોડાતોડોના કોઇ સગડ મળ્યા નહતા.

3. કારેલીબાગ અંબાલાલપાર્ક વિસ્તારમાં 500 મીટરના દાયરામાં માત્ર 5 મિનિટમા ગાળામાં કાળા હેલ્મેટ ધારી બાઇક સવાર અને તેના સાગરિતે ત્રણ મહિલાના અછોડા લૂંટી પોલીસને જાણે પડકાર ફેંક્યો છે. 

4. વીઆઇપીરોડના શ્રીપાદનગરમાં રહેતા કેયુરીબેન બ્રિજેશભાઇ ભટ્ટ સાંજે સાડાપાંચેક વાગે સ્કુટર પર તેમના પુત્રને ટયુશને લેવા માટે જઇ રહ્યા હતા ત્યારે આનંદનગર રોડ પર બાઇક સવાર ગઠિયા તેમની નજીક આવી ગયા હતા અને ધૂમ સ્ટાઇલથી દોઢ તોલાનો અછોડો લૂંટી ફરાર થઇ ગયા હતા. 

5. અંબાલાલપાર્ક વિસ્તારમાં પેટ્રોલપંપ સામે રહેતા ભારતીબેન રશ્મિકાન્તભાઇ શાહ ઉ.વ.60 દેરાસરમાં પૂજા કરી પરત આવતા હતા ત્યારે રૃદ્ર સોસાયટી નજીક બાઇક સવારે તેમના ગળામાંથી રૃા.અડધોલાખની કિંમતનું મંગળસૂત્ર તોડી લેતા તેમને ગળામાં ઇજા થઇ હતી.

6. નજીકના આનંદનગરમાં રહેતા નયનાબેન પ્રજાપતિનો પણ આજ રીતે અંબાલાલપાર્ક ગ્રાઉન્ડ નજીક અછોડો તુટતા કારેલીબાગ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. 

7. ગોત્રી-સમતારોડ વિસ્તારન યોગીરાજ વીલા-2 ખાતે રહેતા મૂળ મોરબીના વતની શારદાબેન માવજીભાઇ પટેલે પોલીસને જણાવ્યુ હતુ કે,તા.૬ઠ્ઠીએ બપોરે પોણાએક વાગે હું ચકલીસર્કલથી ગોત્રી ઇસ્કોન હાઇટ્સ જવા રિક્ષામાં બેઠી હતી ત્યારે બે અજાણી મહિલા પણ અંદર બેઠી હતી.