સેવાસી રોડ પર બાઇકની ટક્કર વાગતા 67 વર્ષીય વૃદ્ધનું મોત

સેવાસી રોડ પર બાઇકની ટક્કર વાગતા 67 વર્ષીય વૃદ્ધનું મોત

વડોદરા: શહેરના ગોત્રી સેવાસી રોડ પર ચાલતા જઇ રહેલા 67 વર્ષીય વૃદ્ધને બાઇકે ટક્કર મારતા સારવાર અર્થે ગોત્રી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું.વડોદરાના ગોત્રી સેવાસી રોડ સ્થિત શૈશવ સ્કુલ પાસે આવેલા સાંનિધ્ય બંગલોમાં 67 વર્ષીય દિનેશ ચંદ્રસ્વરૂપ ગુપ્તા રહેતા હતાં. તેઓ ગોત્રી સેવાસી રોડ પર સત્યનારાયણ પાર્ટી પ્લોટ પાસેથી ચાલતા જઇ રહ્યાં હતાં. વખતે સેવાસી તરફથી પૂરપાટ ઝડપે આવેલી બાઇકે ટક્કર મારી હતી. સારવાર અર્થે વૃદ્ધને ગોત્રી સ્થિત હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું.