ભારતમાં રહેતા આ લોકો બાંગ્લાદેશને સપોર્ટ કરશે

ભારતમાં રહેતા આ લોકો બાંગ્લાદેશને સપોર્ટ કરશે

 આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે. ભારતીય ફેન્સમાં આ મેચને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતનો એક ભાગના રહેવાસી આજની મેચમાં બાંગ્લાદેશને ચિયર્સ કરશે. આ સત્ય હકીકત છે. જો તમે કોલકાત્તાના મારકિસ સ્ટ્રીટ, સુદ્દેર સ્ટ્રીટ કે ફ્રી સ્કૂલ સ્ટ્રીટ જશો, તો કન્ફ્યુઝ્ડ થઈ જશો કે તમે ભારતમાં છો કે બાંગ્લાદેશમા. પશ્વિમ બંગાળની રાજધાનીના આ હિસ્સામાં બહુ જ બાંગ્લાદેશી રહે છે. આ વિસ્તારોમાં વધુતર હોટલ, હોસ્પિટલ અને પાડોશી દેશના લોકો કામ કરી રહ્યાં છે. આ લોકો સારવાર માટે અહી આવે છે, કારણ કે તેમને લાગે છે કે, કોલકાત્તામાં ઓછી કિંમતમાં સારો ઉપચાર થાય છે.

પરંતુ ગુરુવારે થનારી મેચમાં તેઓ એ જરૂર ભૂલી જશે કે તેઓ કયા દેશમાં બેસીને મેચ જોઈ રહ્યાં છે. ઢાકામાં રહેનાર પિન્ની અહમદે જણાવ્યું કે, મને કોલકાત્તામાં બહુ જ અજીબ અભુનવાઈ રહ્યું છે. તે પણ એવા સમયે જ્યારે ભારત-બાંગ્લાદેશ મેચ ખેલાઈ રહી છે. દરેક કોઈ ઘરમાં બેસીને પોતાના દેશને સપોર્ટ કરશે. હું પણ કોલકાત્તાથી જ મારા દેશને સપોર્ટ કરીશે.