વિજેતા ટીમના ખેલાડીઓને વાછરડીની ભેટ

વિજેતા ટીમના ખેલાડીઓને વાછરડીની ભેટ

વડોદરા ખાતે યોજાયેલી વડવાળા પ્રિમિયર લીગમાં જુદા જુદા શહેરો-ગામોની ટીમોએ ભાગ લીધો હતો
ગાયમાતા માટે સમાજમાં જાગૃતિ લાવવા અને તેના પર થતા અત્યાચારો અટકાવવા માટે રબારી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા વડોદરા ખાતે વડવાળા પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વડોદરા શહેર ઉપરાંત જંબુસર,કરખડી,રાજપીપળા,  રાજપારડી, કરજણ, આમોદ સહિતના વિસ્તારની રબારી સમાજની ૨૪ ટીમોએ ભાગ લીધો હતો.તા.૨ જીએ આ મેચની ફાયનલ અત્રેના લાલબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઇ હતી.


ફાયનલ મેચમાં ગાજરાવાડી કાવ બોય અને વાઘોડિયારોડની રોયલ રાયકા ટીમ વચ્ચે જંગ ખેલાતા ગાજરાવાડીની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને સુરેન્દ્રનગરના દૂધઇ ખાતેના વડવાળા મંદિરના ગાદીપતિ પૂ.રામબાલક બાપુના હસ્તે ઇનામ એનાયત કરયા હતા.