આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

ચેમ્પિયન્સ ટ્રોફિમાં રવિવારે ભારત અને પાકિસ્તાન આમને સામને મેદાનમાં ઉતરશે. વર્તમાન પરિસ્થિતીને જોતા આ મેચ પણ જંગથી ઓછો નથી. આ મેચને લઈ ક્રિકેટ રસિકો ઉપરાંત સમગ્ર દેશવાસીઓમાં પણ એક રામાંચકતા ફેલાઈ છે. ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચ અંગે સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટરો તેમજ હાલના ક્રિકેટરો આ મેચ અંગે શું કહે છે.

ભારત પાકિસ્તાન કરતાં વધુ મજબૂત ટીમ છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી તમામ ટુર્નામેન્ટોમાં ટીમ ઈન્ડીયાના સુંદર દેખાવને જોતા ભારત ફેવરીટ છે. હાઈ વોલ્ટેજ મેચમાં ભારત જુસ્સાભેર પાકિસ્તાનને કચડશે: સિતાંષુ કોટક, સૌરાષ્ટ્ર ટીમ કોચ

ભારત ફેવરીટ તો છે જ, પરંતુ પાકિસ્તાનને પણ અન્ડર એસ્ટીમેન્ટ કરી ન શકાય, કારણ કે તેમની ટીમમાં પણ સારા ખેલાડીઓ છે. જો કે, ટીમ ઈન્ડીયાની બોલિંગ સાઈડ ખુબ જ સારી છે. હંમેશા ભારત-પાકિસ્તાન વચ્ચેનો કોઈ પણ મેચ ટેન્શન વાળો જ હોય છે.