મુંબઈ ઇન્ડિયન્સ અને પૂણે વચ્ચે ટક્કર

મુંબઈ ઇન્ડિયન્સ અને પૂણે વચ્ચે ટક્કર

પ્રથમ ક્વોલિફાયર મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રાત્રે 8 કલાકે શરૂ થશે. જે આજની મેચ જીતશે તે ટીમને સીધો ફાઇનલમાં પ્રવેશ મળશે. જો કે, હારનાર ટીમને પણ ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે.

આ સિઝનમાં અત્યાર સુધી મુંબઇની ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. મુંબઇની ટીમે બે વખત પૂણેને રાઉન્ડ રોબિન મુકાબલામાં હરાવ્યું હતું. તે આજે પણ પૂણને હરાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આજની મેચ આમ પણ હોમ ગ્રાઉન્ડમાં રમાવાની હોવાથી મુંબઈને તેનો લાભ મળી શકે છે.

બીજી બાજુ, બેન સ્ટોક્સ વગર મેદાનમાં રમવા ઉતરાનાર પૂણે ટીમે ઘણા ઉતાર ચઢાવ છતાં આ સિઝનમાં વાપસી કરી છે. આજની મેચમાં તે કોઇ ભૂલ નહીં કરે અને ફક્ત જીત ધ્યાન કેન્દ્રિત કરશે એમ માનવામાં આવી રહ્યું છે.