સેહવાગ પણ કોચની રેસમાં

સેહવાગ પણ કોચની રેસમાં

કુમ્બલેની કોચ તરીકે વિદાય કરવાની તૈયારીઓ કરી રહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના એક ઓફિસિલના ઈશારે જ સેહવાગે કોચ બનવાની રેસમાં ઝૂકાવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે કુમ્બલેનો કાર્યકાળ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પુરો થઈ રહ્યો છે, જોકે નવા કોચની પ્રક્રિયામાં કુમ્બેલેને સીધો પ્રવેશ મળ્યો છે. ટૂંકમાં નવા ઉમેદવારોની પ્રત્યક્ષ મુલાકાત યોજાશે, ત્યારે કુમ્બલેને પણ તેની રજુઆતની તક મળશે. આ પછી તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણની બનેલી સમિતિ અંતિમ નિર્ણય લેશે. સેહવાગે ઉમેદવારી નોંધાવતા ટીમ ઈન્ડિયાના કોચની રેસ વધુ રસપ્રદ બની ગઈ છે. સેહવાગ અગાઉ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટોમ મૂડીની સાથે સાથે રિચાર્ડ પાયબસ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત, ભૂતપૂર્વ ક્રિકેટર ડોડા ગણેશ પણ કોચ બનવાની રેસમાં સામેલ છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે એક મીડિયા રિલીઝમાં જણાવ્યું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડે મેન્સ ટીમના કોચ બનવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ પાસેથી અરજી મંગાવી છે.