શ્રીલંકા પાકિસ્તાન વિરુદ્ધ ટી20 રમવા લાહોર જશે

શ્રીલંકા પાકિસ્તાન વિરુદ્ધ ટી20 રમવા લાહોર જશે

શ્રીલંકાની ટીમ છેલ્લી ટી20 રમવા માટે 29 ઓક્ટોબરના પાકિસ્તાન જશે.

શ્રીલંકા ક્રિકેટના 40 કરાર કરેલા ખેલાડીઓએ જેમાં હાલમાં રમતા ખેલાડી પણ શામિલ છે તેમણે એક પત્ર પર સહી કરીને તેમના રાષ્ટ્રપતિ થિલંગ સુમપીઠલને આપ્યું છે જેમાં પાકિસ્તાનમાં પ્રવાસ જવાની નારાજગી જાહેર કરી છે.

ખેલાડીઓએ જણાવ્યું છે કે તે હાલમાં ચાલતી સિરીઝની છેલ્લી મેચ રમવા માટે લાહોર જવુ અસ્વસ્થ લાગે છે.

શ્રીલંકા ક્રિકેટે છેલ્લા બે મહિનામાં સંપૂર્ણ મૂલ્યાંકન કર્યું છે. શ્રીલંકાના 15 સભ્ય ટીમની જાહેરાત 20 ઓક્ટોબરના થશે.