રંગના હેરાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

રંગના હેરાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

શ્રીલંકાના સ્પિનર રંગના હેરાથ ગાલેમાં મંગળવારથી શરૂ થયેલી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેશે, તેના સંન્યાસ સાથે જ 20મી સદીમાં ડેબ્યૂ કરનારો કોઇ પણ ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમતો નજરે નહી પડે. તે અંતિમ સક્રિય ટેસ્ટ ક્રિકેટર છે જેને 1999 કે તે પહેલા ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હોય. આ એક સંયોગ જ છે કે હેરાથ તે મેદાન પર પોતાની અંતિમ ટેસ્ટ રમશે જ્યાં તેને ડેબ્યૂ કર્યુ હતું. હેરાથે 1999માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. 1999 પહેલા ડેબ્યૂ કરનારાઓમાં વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેલ અને પાકિસ્તાનનો શોએબ મલિક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે પરંતુ બન્ને ટેસ્ટ નથી રમતા. ભારતીય ક્રિકેટર્સની વાત કરીએ તો હરભજન સિંહે 1998માં ડેબ્યૂ કર્યુ હતું પરંતુ 2015 બાદથી તેને કોઇ ટેસ્ટ રમી નથી. ટીમ ઇન્ડિયાની વર્તમાન પરિસ્થિતિઓને જોતા તેની ટેસ્ટ ટીમમાં વાપસી હવે કઠિન છે.