ભારત-પાક.ની મેચ હાઇ-પ્રોફાઇલ નહીં

ભારત-પાક.ની મેચ હાઇ-પ્રોફાઇલ નહીં

4 જૂનના રોજ ભારત પોતાની પહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાન સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચ અંગે બંન્ને દેશોમાં કેટલો ઉત્સાહ હોય છે એ કહેવાની જરૂર નથી.

જો કે, પાકિસ્તાનના બેટ્સમેન અઝહર અલીનું કહેવું કંઇક બીજું જ છે. તેમનું માનવું છે કે, આ કોઇ હાઇ-પ્રોફાઇલ મેચ નહીં હોય, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પણ નોર્મલ મેચ જેવી જ રહેશે. અઝહરે કહ્યું હતું કે, 'એક ખેલાડી તરીકે તમારે દરેક મુકાબલા માટે તૈયાર રહેવું જોઇએ. કોઇ ઇન્ટરનેશનલ મેચ સરળ નથી હોતી. દરેક મેચ માટે તમારે સખત મહેનત કરવી પડે છે અને ભારત વિરુદ્ધની મેચમાં પણ કંઇ એવું જ છે.'

અઝહરે આગળ કહ્યું કે, 'હું આ મેચને અન્ય સામાન્ય મેચની માફક જ લઉં છું. કોઇ પણ ખેલાડી મેચને સહજતાથી લે છે અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રમે છે. ખેલાડીએ ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રમવાનું હોય છે