ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ, એક ઓવરમાં 43 રન ફટકાર્યા

ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ, એક ઓવરમાં 43 રન ફટકાર્યા

ન્યુઝિલેન્ડના હેમિલ્ટનમાં રમાયેલી ઘરઆંગણાની એક મેચમાં એક જ ઓવરમાં 43 રન ફટકારવાનો નવો વિશ્વ રેકોર્ડ બન્યો છે.

ન્યુઝિલેન્ડની એ લિસ્ટ ક્રિકેટમાં રમાઈ રહેલી 50 ઓવરની ટુર્નામેન્ટમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ તરફથી રમી રહેલા જો કાર્ટર અને બ્રેટ હેમ્પટનની જોડીએ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ફાસ્ટ બોલર વિલેમ લુડિકની એક ઓવરમાં 43 રન ફટકાર્યા હતા.

લુડિકના પહેલા બોલે ફોર, બીજા બોલે સિક્સ, ત્રીજા બોલે  સિક્સ વાગી હતી.આ પૈકી બીજો અને ત્રીજો બોલ નો બોલ હોવાથી બેટ્સમેનોને બે બોલ વધુ મળ્યા હતા.એ પચીના બોલે ફરી છગ્ગો વાગ્યો હતો.બાકીના બોલમાં 1,6, 6, 6નો સ્કોર થયો હતો.