કોલકતાની એલિમિનેટર-2માં એન્ટ્રી

કોલકતાની એલિમિનેટર-2માં એન્ટ્રી

ગંભીરે 19 બોલમાં બે બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે અણનમ 32 રન બનાવ્યા હતા. જોકે, એક ટાઈમે કોલકતાએ 12 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ગંભીરે કેપ્ટન ઈનિંગ રમીને મેચ જીતાડી હતી. રોબિન ઉથપ્પા માત્ર બે બોલ રમીને એક રન બનાવીને આઉટ થયો હતો. ક્રિસ લાયન પણ 6 રન બનાવીને આઉટ થયો હતો. યુસુફ પઠાણ તો ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. અંતે ઈશાંક જગ્ગી (05) અને ગંભીરે અણનમ રહીને 5.2 ઓવરમાં મેચ જીતાડી દીધી હતી.

વરસાદના કારણે કોલકાતાને છ ઓવરમાં 48 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અગાઉ શિખર ધવન (11)ના આઉટ થયા બાદ સુકાની ડેવિડ વોર્નર તથા કેન વિલિયમ્સને બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નરે 35 બોલમાં બે બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે 37 તથા વિલિયમ્સને 24 રનનું યોગદાન આપ્યું હતું. આ જોડી તૂટ્યા બાદ હૈદરાબાદનો એક પણ બેટ્સમેન કોલકાતાના બોલર્સ સામે મુક્તમને સ્કોરિંગ શોટ્સ રમી શક્યો નહોતો.