જાડેજાએ શેયર કર્યો સૂતેલા ધોનીનો ફોટો

જાડેજાએ શેયર કર્યો સૂતેલા ધોનીનો ફોટો

ટીમ ઇન્ડિયા પડોશી દેશ શ્રીલંકા જોડે મેચ રમશે. જેની તૈયારી હાલ ટીમ ઇન્ડિયા કરી રહી છે. પણ તે પહેલા રવિન્દ્ર જાડેજાએ પોતાના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો છે. જે હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો સૌથી વધારે ઘોનીના ચાહકોને પસંદ આવી રહ્યો છે કારણે કે તેમાં ધોની ખૂબ જ ક્યૂટ અંદાજમાં સૂતા જોવા મળી રહ્યા છે. ફોટોની નીચે જાડેજાએ લખ્યું છે કે ઘોની ઉઠે તે પહેલા લાવ તેમનો એક ફોટો લઇ લઉં!

તમને જણાવી દઇએ કે આ ફોટો ટીમ ઇન્ડિયા બીજી મેચ માટે જ્યારે લંડન જઇ રહી હતી ત્યારનો છે. અને લોકોએ આ ફોટોને જોઇને કહ્યું છે કે ધોની સૂતા પણ જબરા ક્યૂટ લાગે છે. ઉલ્લેખનીય છે કે ભારતને સેમીફાયનલ મેચમાં પહોંચવા માટે 2 મેચ જીતવી જરૂરી છે. ભારત પહેલા જ પાકિસ્તાન સામે જીતી ચૂક્યું છે.