ભારતે સર્જયો નવો કિર્તીમાન, શ્રીલંકામાં 5-0થી વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ

ભારતે સર્જયો નવો કિર્તીમાન, શ્રીલંકામાં 5-0થી વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ

શ્રીલંકાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 49.4 ઓવરમાં 238 રન કરી ઓલઆઉટ થઈ હતી.
ધનંજયને સ્ટમ્પ આઉટ કરી ધોનીએ સ્ટમ્પિંગની સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. 239 રનના ટાર્ગેટનો પીછો કરતા
ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી. વિરાટ કોહલીએ કારકિર્દીની 30મી સદી ફટકારી હતી. ટીમ
ઇન્ડિયાએ અંતિમ વન-ડેમાં વિજય હાંસલ કરતા શ્રીલંકન ધરતી ઉપર વન-ડે શ્રેણીમાં 5-0થી વ્હાઇટવોશ કરનાર પ્રથમ
વિદેશી ટીમ બની છે. ભુવનેશ્વર કુમારને 5 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જસપ્રિત બુમરાહના
શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
ભારતે 8 ઓવરની અંદર જ ઓપનર અજીંક્ય રહાણે અને રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. મનિષ પાંડે 36 રન
બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલીએ કારકિર્દીની 30મી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે પોન્ટિંગની 30 સદીની
બરાબરી કરી લીધી છે. હવે માત્ર સચિન તેંડુલકર 49 સદી સાથે તેની આગળ છે. કેદાર જાધવે પોતાની અડધી સદી
ફટકારી હતી. તે 63 રન કરી આઉટ થયો હતો.