ભારતે ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી સ્થાપ્યા અનેક કિર્તીમાનો

ભારતે ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી સ્થાપ્યા અનેક કિર્તીમાનો

ભારતે ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાના 171 રનના પડકારને ભારતે 3 વિકેટ ગુમાવી 19.2 ઓવરમાં જીતી લીધો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ આક્રમક 82 રન અને મનિષ પાંડેએ 51* રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકા પ્રવાસને 9-0થી પૂર્ણ કર્યો હતો. ભારતે આ પહેલા ટેસ્ટ (3-0) અને વન ડે (5-0)થી શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યો હતો.ભારતે આ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તે વિદેશી ધરતી પર એક શ્રેણીમાં સતત 9 મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઇ છે.
ભારતે ટેસ્ટ અને વન ડે સીરિઝમાં વ્હાઇટવોશ કર્યા બાદ એકમાત્ર ટી-20 મેચ પણ જીતી શ્રીલંકાનો 9-0થી સફાયો કર્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જેને 7 વર્ષ પહેલા પાકિસ્તાન વિરૂદ્ધ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 2009-10માં રમાયેલ સીરિઝમાં ટેસ્ટમાં 3-0, વન ડેમાં 5-0 અને ટી-20માં 1-0થી હરાવી આખી સીરિઝમાં 9-0થી સફાયો કર્યો હતો.