ભારતે તેના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીતી બીજી વનડે

ભારતે તેના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીતી બીજી વનડે

પહેલી વન-ડે માં હાર્યા બાદ ભારતની બોલિંગ અને બેટિંગ બન્ને બીજી મેચમાં શાનદાર રહી અને ભારતે આ મેચ 6 વિકેટથી ન્યુઝીલેન્ડ સામે જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી.

ભારતના બોલરોએ પહેલાં સારી બોલિંગ કરતા વિકેટ ઝડપી અને ન્યૂઝીલેન્ડ માત્ર 230 રન જ જોડી શકી જેના પછી શિખર ધવન અને દિનેશ કાર્તિક બન્ને અર્ધશતક મારીને ભરાતને જીત અપાવી.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડે આપેલા 231 રનના ટાર્ગેટને 46 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો છે. ભારત તરફથી શિખર ધવન (68) અને દિનેશ કાર્તિકે (64) રન બનાવ્યા હતા. તે ઉપરાંત ભૂવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી.

હવે ત્રીજી અને નિર્ણાયક મેચ 29 ઓક્ટોબરના કાનપુરમાં રમાશે.