ભારતીય ટીમ વિન્ડીઝનો પ્રવાસ

ભારતીય ટીમ વિન્ડીઝનો પ્રવાસ

ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્ણ થયા બાદ તરત જ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ વન-ડે અને એક ટી-૨૦ મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી એકથી ૧૮ જૂન સુધી રમાશે અને ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ ૨૩ જૂનથી શરૂ થશે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ભારત પોતાની અંતિમ મેચ નવ જુલાઈએ રમશે.

ભારતીય ટીમ ગત વર્ષે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગઈ હતી જ્યાં ચાર ટેસ્ટ મેચ અને બે ટી-૨૦ મેચની સિરીઝ રમી હતી પરંતુ વન-ડે સિરીઝ નહોતી રમી. ભારત છેલ્લે વેસ્ટ ઇન્ડીઝમાં ૨૦૧૩માં ત્રિકોણીય વન-ડે સિરીઝ રમી હતી જેની ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ટ્રોફી જીતી હતી