મહિલાઓ પરની કોમેન્ટસ ભારે પડી, પંડ્યા અને રાહુલ સિડની વન ડેમાંથી આઉટ

મહિલાઓ પરની કોમેન્ટસ ભારે પડી, પંડ્યા અને રાહુલ સિડની વન ડેમાંથી આઉટ

કરણ જોહરના શોમાં મહિલાઓ પર ભદ્દી કોમેન્ટ કરનાર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાનારી પહેલી વન ડે માંથી આઉટ થઈ ગયા છે.

જોકે હજી પણ આ ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે. કારણકે બોર્ડનો વહિવટ કરતી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સભ્ય ડાયના એડલ્જીએ પંડ્યા અને રાહુલ પર આગળની કાર્યવાહી થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. એડલજીએ કહ્યુ હતુ કે, કાર્યવાહી પર નિર્ણય લેવાય ત્યાં સુધી બંને ખેલાડીઓને નિલંબિત રાખવામાં આવવો જોઈએ. 

આ પ્રકારની કાર્યવાહી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરીના મામલામાં થઈ હતી. આ મામલાને બીસીસીઆઈના લિગલ સેલ પાસે મોકલવામાં આવ્યો છે. લિગલ સેલના અભિપ્રાય બાદ ખેલાડીઓ પર પ્રતિબંધ મુકવો કે નહી તેનો નિર્ણય કરાશે.