પહેલી જ મેચમાં બન્યા અનેક  રેકોર્ડ્સ

પહેલી જ મેચમાં બન્યા અનેક  રેકોર્ડ્સ

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેદાનમાં પ્રથમ બેટિંગ કરવા પહોંચેલ બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 305 રન બનાવ્યા હતા. સામે ઇંગ્લેન્ડની ટીમે 47.2 ઓવરમાં 2 ગુમાવી 306 રન ફટકાર્યા હતા અને 8 વિકેટથી બાંગ્લાદેશને હરાવ્યું હતું.

પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને હરાવી અનેક શાનદાર રેકોર્ડ બનાવી લીધાં છે. સામે બાંગ્લાદેશની ટીમ ભલે મેચ ન જીતી શકી હોય, પરંતુ આ ટીમે પણ અનેક રેકોર્ડ પોતાને નામ કર્યાં છે.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલીવાર કોઇ ટીમને 306 રનનો લક્ષ્યાંક મળ્યો. આ પહેલાં વર્ષ 2013માં શ્રીલંકાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ જ સ્ટેડિયમ(ઓવલ)માં 294 રનના લક્ષ્યાંકને પાર કર્યો હતો.

બાંગ્લાદેશ તરફથી સદી ફટકારનાર તમીમ ઇકબાલે વર્ષ 2015ના વિશ્વ કપ બાદ 28 ઇનિંગ્સમાં 5 સદી ફટાકરી છે. આ પહેલાં 140 ઇનિંગ્સમાં તેમણે માત્ર 4 સદી ફટકારી હતી.