એડિલેડ ટેસ્ટઃ ભારત 250/9, પૂજારાની શાનદાર સદી, બાકીના બેટ્સમેનોનો ધબડકો

એડિલેડ ટેસ્ટઃ ભારત 250/9, પૂજારાની શાનદાર સદી, બાકીના બેટ્સમેનોનો ધબડકો

એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કરતા પહેલા દિવસની રમતના અંતે ભારતે 9 વિકેટના ભોગે 250 રન બનાવ્યા હતા. એક માત્ર ચેતેશ્વર પૂજારાએ ભારતની લાજ રાખી હતી અને શાનદાર સદી સાથે 123 રન ફટકાર્યા હતા.

પૂજારાએ એક છેડો ના સાચવ્યો હોત તો કદાચ ભારત 100 રનની અંદર જ સમેટાઈ ગયુ હોત. બેટિંગ વિકેટ પર ટોસ જીતીને વિરાટ કોહલીએ બેટિંગ લીધી હતી પણ ભારતીય બેટસમેનોએ નિરાશ કર્યા હતા.

ઓપનર કે એલ રાહુલ 2 રન અને મુરલી વિજય 11 રન બનાવીને જ્યારે કેપ્ટન કોહલી 3 રન પર આઉટ થયા હતા. અજિંક્ય રહાણે 13 રન બનાવીને હેઝલવૂડની બોલીંગમાં પીટર હેન્ડકોમ્બના હાથે કેચ આુટ થયો હતો. 41 રન પર જ ભારતના ટોચના ચાર બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા.