MSUની કોમર્સ ફેકલ્ટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે ૨૫ જેટલી કંપનીઓ આવશે

MSUની કોમર્સ ફેકલ્ટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે ૨૫ જેટલી કંપનીઓ આવશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે આ વર્ષે ૨૫ જેટલી કંપનીઓ આવે તેવી શક્યતાઓ છે. થોડા વર્ષો અગાઉ બીકોમ અને એમ કોમ થયેલા વિદ્યાર્થીઓના કેમ્પસ ઈન્ટરવ્યૂ યોજાય તેવુ શક્ય પણ લાગતુ ન હતુ. જો કે બે વર્ષથી પરિસ્થિતિ બદલાઈ રહી છે. કોમર્સ ફેકલ્ટી ડીન દિનકર નાયકના કહેવા પ્રમાણે આ વર્ષે બીકોમ, બીકોમ ઓનર્સ, બીબીએના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ, એમ કોમના પહેલા અને બીજા વર્ષના તથા  પીજી ડિપ્લોમાના વિદ્યાર્થીઓ કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે યુનિવર્સિટીની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ માટેની છેલ્લી તારીખ ૧૦ નવેમ્બર છે.આ વખતે લગભગ ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે.