નવરાત્રી વેકેશનના પહેલા દિવસે સુરતમાં 700 સ્કૂલો ચાલુ રહી

નવરાત્રી વેકેશનના પહેલા દિવસે સુરતમાં 700 સ્કૂલો ચાલુ રહી

રાજય સરકારના ફતવાની ઐસીતૈસી કરીને સુરત શહેરમાં આજે નવરાત્રી વેકેશનમાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પ્રાથમિક થી લઇને હાયર સેકન્ડરીની ૭૦૦ થી વધુ સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ધમધમતુ રહયુ હતુ. તો ગ્રાન્ટેડ તેમજ જિલ્લાની મોટાભાગની શાળાઓ નવરાત્રી વેકેશન પાળ્યુ હતુ.