ચીની વ્યક્તિ રાતોરાત બની ગઈ એશિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ

 ચીની વ્યક્તિ રાતોરાત બની ગઈ એશિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ

આર્થિક મંદી હોવા છતાંય ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક મા એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. જેક માની કુલ સંપત્તિ રાતોરાત વધીને 2.8 બિલિયન ડોલર (લગભગ 17.9 હજાર કરોડ રૂપિયા) વધી ગઈ છે. બ્લૂમબર્ગની અબજોપતિઓના લિસ્ટ મુજબ જેક મા એશિયાના સૌથી પૈસાદાર અને દુનિયાના 14મા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે.

અલીબાબ ગૃપ હોલ્ડિંગના માલિક જૈક માની સંપત્તિ આ વર્ષે 54.5 હજાર કરોડ રૂપિયા વધીને 41.8 બિલિયન ડોલર (લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. રાતોરાત સંપત્તિમાં આટલો વધારો થવાનું કારણ એ છે કે અલીબાબા કંપનીની રેવન્યુ ગ્રોથ અનુમાન કરતા અનેકગણી વધારે રહી છે. જેક માના અલીબાબામાં 13 ટકા શેર છે. જે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. ચીનના ઓનલાઈન શોપિંગ અને સોશિયલ મીડિયા પર એકહથ્થુ શાસન કરનારી અલીબાબા હવે મ્યુઝિક અને વીડિયો સ્ટ્રીમીંગમાં પણ નસીબ અજમાવવા જઈ રહી છે. અલીબાબા પોતાની શોપિંગ સાઈટમાં વિડીયોના માધ્યમથી ડિજિટલ એડવર્ટાઈઝિંગમાં પગપેસારો કરી રહ્યું છે. અલીબાબા આ અઠવાડિયે ઇન્વેસ્ટર્સ સાથેની મીડીંગમાં કંપનાના નવા પ્રયોગો અંગે વાત કરશે.