રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળ્યું કોઈ ભારતીય કંપનીને ન મળ્યું હોય એવું માન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળ્યું કોઈ ભારતીય કંપનીને ન મળ્યું હોય એવું માન

આ વર્ષની ‘ગ્લોબલ 2000’ની યાદીમાં મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી કંપની તરીકે જાહેર થઈ છે. આ લિસ્ટમાં ગયા વર્ષે 56 કંપનીઓ હતી પણ આ વર્ષે 58 કંપનીઓએ જગ્યા બનાવી છે. ફોર્બ્સની ભારતીય આવૃત્તિએ જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે કંપની દ્વારા રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લોન્ચ કર્યા પછી શેરમાર્કેટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

અમેરિકન મેગેઝિનને કહ્યું છે કે આ રેન્કિંગ વેચાણ, નફો, સંપત્તિ તેમજ માર્કેટ વેલ્યૂ જેવા ચાર માપદંડોના આધારે નક્કી કરવામાં આવ્યું છે અને ફોર્બ્સ દ્વારા આ ચાર માપદંડોને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે જે આ વર્ષે 244માં સ્થાન પર છે, જ્યારે ગયા વર્ષે એ 149માં સ્થાન પર હતી. આ સિવાય સરકારી કંપની ઓએનજીસી 246માં સ્થાન પર છે જે ગયા વર્ષે 220માં સ્થાન પર છે.

આ લિસ્ટમાં બીજી ત્રણ બેંકોને સ્થાન મળ્યું છે જેમાં એચડીએફસી બેંક 258માં સ્થાન પર, આઇસીઆઇસીઆઇ 31માં સ્થાન પર, એક્સિસ બેંક 463માં સ્થાન પર ચે જ્યારે કોટક મહિન્દ્રા બેંક 744માં સ્થાન પર છે. ભારતીય કંપનીઓમાં તાતા છઠ્ઠા સ્થાન પર છે સોર્સ સંદેશ ન્યૂઝ