રોજ બદલાશે પેટ્રોલ-ડીઝલના ભાવ

 રોજ બદલાશે પેટ્રોલ-ડીઝલના ભાવ

આજે શુક્રવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર કરશે. આ નવી વ્યવસ્થા પર નજર રાખવા માટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ દેશભરમાં 87 કન્ટ્રોલરૂમ બનાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી તૈયાર થયેલ કન્ટ્રોલ રૂમ સપ્તાહના સાત દિવસ 24 કલાક કામ કરશે. આ કન્ટ્રોલ રૂમ ડીલરોની સામે આવનારી ટેકનિકલ મુશ્કેલીઓને દૂર કરશે, જે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ સંશોધિત કરીને ફેરફાર કરવામાં આવશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 મેથી ચંદીગઢ, જમશેદપુર અને વિશાખાપટ્ટનમ સહિત 5 શહેરોમાં પ્રયોગના રૂપમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ ફેરફાર કરવાનો આરંભ કરાયો હતો. જેમાં સફળતા મળ્યા પછી હવે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ નિર્ણય પછી બે પેટ્રોલપંપના ભાવમાં ફેરફાર હોઈ શકે છે. માર્કેટના આધારે બે પેટ્રોલ પંપ વચ્ચે ભાવનો ફરક 15 પૈસા પ્રતિ લિટર સુધીનો હોઈ શકે છે.