શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસે રચ્યો ઇતિહાસઃ ૩ર૦૦૦ ઉપર

શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસે રચ્યો ઇતિહાસઃ ૩ર૦૦૦ ઉપર

મુંબઇ તા.૧૩ : જીએસટી લાગુ થયા બાદ રોકાણકારોનો ઉત્સાહ ચરમસીમાએ છે જેને કારણે આજે બજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સેન્સેકસ અને નીફટી રેકોર્ડ અંક ઉપર ખુલ્યા હતા. પહેલીવાર નીફટીએ ૯૮પ૦ની સપાટી બતાવી છે અને સેન્સેકસ રપ૦ પોઇન્ટ અપ સાથે ખુલ્યો હતો. જેને કારણે સેન્સેકસે પહેલીવાર ૩ર૦૦૦ની સપાટી વટાવી છે. રોકાણકારોએ મીડકેપ શેરોમાં જોરદાર પૈસા લગાવ્યા છે. માર્કેટના નિષ્ણાંતો હવે નીફટી ૧૦૦૦૦ થશે તેવુ જણાવી રહ્યા છે.

   ચાલુ સપ્તાહના ચોથા ટ્રેડીંગના દિવસે શેરબજારે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. ફુગાવો નિયંત્રણમાં રહેતા અને વ્યાજદર ઘટશે તેવી આશાએ સેન્સેકસ-નીફટી ઉછળ્યા હતા. બપોરે ે સેન્સેકસ ર૪૬ પોઇન્ટ વધીને ૩ર૦૫૧ અને નીફટી ૬૯ પોઇન્ટ વધીને ૯૮૮૬ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. બેન્કીંગ સેકટરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડકેપ અને સ્મોલકેપમાં જોરદાર ખરીદી થઇ રહી છે. તમામ સેકટર ઇન્ડેકસ લીલા નિશાન ઉપર છે. બજારના જાણકારોના કહેવા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોની ખરીદીની સાથે સ્થાનિક ફંડોની પણ એક તરફી લેવાલીના કારણે શેરબજારમાં આગેકુચ જારી રહી હતી. મેટલ, બેંક, આઇટી, ફાર્મા, કેપીટલ ગુડસ, પાવરમાં જોરદાર ખરીદી હતી. એબીસી બેરીંગ, એયુસ્મોલ, બજાજ ફાઇ, ગૃહ ફાઇ., હુડકો, ગરવારે, મેરીકો, એલ એન્ડ ટી ફાઇ હોલ્ડીંગ ઓલ ટાઇમ હાઇ ઉપર છે.

   આઇસીઆઇસીઆઇ ર૯૭, આઇટીસી ૩૩૮, એલ એન્ડ ટી ૧૧૭૪, એકસીસ પ૧૩, સીનટેક્ષ ૩૩.૨૫, વિડીયોકોન ૩૧.૯પ, કેઇસી ર૯૪, સીટી યુનિયન બેંક ૧૭૪,   નેટવર્ક-૧૮ પ૭.ર૦, ટીવી-૧૮ ૪૦, હિન્દુ પેટ્રો ૩૭૬, રતન ઇન્ડિયન પાવર ૭, ફીનોલેક્ષ પ૦૯, ઇન્ફોસીસ ૯૭ર, ટાટા મોટર્સ ૪પ૯, મહિન્દ્ર ૧૩૭૦, કોલ ઇન્ડિયા રપર, ઓએનજીસી ૧પ૯, પોલારીસ ર૪ર, હેકઝાવેર ર૪૭, એમટેક ઓટો ૩૦, ટોરેન્ટ ૧ર૮૬, યુનિટેક ૭, ભારતીય ઇન્ફ્રા. ૪૦૮  ઉપર છે.