BSNLની મોકા પર ‘ચૌકા ઓફર’

BSNLની મોકા પર ‘ચૌકા ઓફર’

બીએસએનએલે પ્રીપેડ મોબાઇલ યુઝર્સ માટે 444 રૂપિયામાં પ્રતિદિન 4GB મોબાઇલ ડેટાની ઓફર કરી છે. આ ઓફર 3G કસ્ટમર્સ માટે રજૂ કરાઈ છે, જેનો અવધિ 90 દિવસ છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેણે બીએસએનલ ચૌકા ઓફર રજૂ કરી છે, જે ખરેખર 90 દિવસ સુધી અનલિમિટેડ ડેટા યુઝની સુવિધા હશે. કંપનીએ દાવો કર્યો છે કે, તે દેશભરમાં કોઈ કંપની દ્વારા પ્રતિદિન ડેટા લિમિટની સૌથી મોટી ઓફર છે. આ યોજના અંતર્ગત 1 GB 3G મોબાઇલ ડેટાની કિંમત 1 રૂપિયાથી ઓછી હશે, જે ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી છે.