વોડાફોન, આઈડિયા પોતાના ટાવર યુનિટ $1.2 અબજમાં વેચશે

વોડાફોન, આઈડિયા પોતાના ટાવર યુનિટ $1.2 અબજમાં વેચશે

આઈડિયા સેલ્યુલર અને વોડાફોન બન્ને અલગ અલગ પોતાના સ્ટેન્ડઅલોન ટાવર બિઝનેસ ભારતમાં એ.ટી.સી. ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ₹7,850 કરોડમાં વેંચવા માટે સંમત થયા છે. બન્ને કંપની ભેગી મળીને 20,000 ટાવરની માલિક છે.

વોડફોનને આ સોદાથી લગભગ ₹3,850 કરોડ મળશે અને આઈડિયા સેક્યુલરને ₹4,000 કરોડ.