તાતા મોટર્સ તેમના નેનો કારનું પ્રોડક્શન ચાલુ રાખશે

તાતા મોટર્સ તેમના નેનો કારનું પ્રોડક્શન ચાલુ રાખશે

તાતા મોટર્સએ જણાવ્યું છે કે તેમનું નેનો કારનું પ્રોડક્શન થોડા વધુ સમય સુધી ચાલુ રહેશે. આનું કારણ તાતા ગ્રુપનું આ ગાડી સાથે ભાવનાત્મક જોડાણ કેવાઈ રહ્યું છે.

તાતા મોટર્સના એક પ્રવક્તાએ PTIને જણાવતા કહ્યું, “નેનો કાર અમારા પેસસેન્જર વેહિકલમાં ખૂબ મહત્વપૂર્ણ છે અને એકમાત્ર એવી હેટચબેક કાર છે જે કોઈ પહેલી વાર ગાડી ખરીદનાર માટે છે.”

ઘણા સમયથી તાતા નનોના ભવિષ્યને લઈને ચર્ચા ચાલી રહી છે. તાતા નેનો કાર તાતા સન્સના ચેરમેન, રતન તાતાનું સપનું હતું.

તાતા મોટર્સના પેસસેન્જર વેહિકલનું વેચાણ હાલમાં ઉપર આવ્યું છે. કંપનીના સેલ્સ 2017 ના નાણાકીય વર્ષમાં 22% વૃદ્ધિ થઇ છે જ્યાં ઇન્ડસ્ટ્રીમાં માત્ર 9% છે.