ચણામાં વન-વે મંદી બાદ પ્રત્યાધાતી તેજી

ચણામાં વન-વે મંદી બાદ પ્રત્યાધાતી તેજી

અમદાવાદઃ કઠોળમાં મંદીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. જોકે, ચણા વાયદામાં એકતરફી મંદી બાદ ગુરુવારે પ્રોફીટબુકિંગના કારણે ચાર ટકા સુધી તેજીની સર્કિટ જોવા મળી હતી. પરંતુ હાજર બજારમાં ટ્રેન્ડ નરમાઇ તરફી રહ્યો છે. મોટા ભાગના કઠોળમાં માગના અભાવે ભાવ ક્વિન્ટલ દીઠ વધુ 200-250 નીચા ક્વોટ થતા હતા. ગતરોજ 4000ની સપાટી ઉપર 4046 ક્વોટ થવા લાગ્યો હતો. રવી સિઝનમાં ચણામાં વાવેતર વિસ્તારમાં વધારો થવા સાથે ઉત્પાદનમાં જંગી વધારો થશે તેવા અહેવાલ અને જુના માલોનો મોટો સ્ટોક હોવાથી તેજીની શક્યતા નહિંવત્ છે.