પતંજલિનું ટર્નઓવર થયું 10 હજાર કરોડ

પતંજલિનું ટર્નઓવર થયું 10 હજાર કરોડ

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદિકે છપ્પર ફાડ ટર્નઓવર કરી એક નવું જ ઉદાહરણ ભારતીય કંપનીઓ સામે મૂક્યું છે. દર વર્ષે પતંજલિના ટર્ન ઓવરમાં ગ્રોથ વધી જ રહ્યો છે. જેમાં આ વર્ષે પણ અદ્ધધ ટર્નઓવર થયું છે. આ વર્ષે પતંજલિ કંપનીએ 10651 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બાબા રામદેવે પતંજલિ ઉત્પાદનોમાં ગૌમૂત્ર હોવા મામલે જણાવ્યું કે પતંજલિના ખાલી 3-4 ઉત્પાદનોમાં જ ગૌમુત્રનો પ્રયોગ થાય છે. બાકી નહીં. તેમણે કહ્યું કે મુસ્લિમોને તેમ કહીને પતંજલિના ઉત્પાદનોને ખરીદતા રોકવામાં આવે છે કે તેમાં ગૌમુત્ર હોય છે. જે વાત સાચી નથી.

પતંજલિ આયુર્વેદિકે હેરઓઇલ સેગમેન્ટમાં 825 કરોડ રૂપિયા કમાયા છે. ફેશવોશમાં 228 કરોડ રૂપિયા, ટૂથપેસ્ટમાં 940 રૂપિયા અને દેશી ઘીમાં 1467 કરોડ રૂપિયાનું ટર્નઓવર મેળવ્યું છે. બાબા રામદેવે જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2017માં પતંજલિના વિભન્ન ઉત્પાદનો જેમાં શેમ્પુએ 15 ટકા, ટૂથપેસ્ટે 14 ટકા, ફેશવોશે 15 ટકા અને ડિશવોશે 35 ટકા તથા મધે 50 ટકા માર્કેટ શેયર મેળવ્યા છે.