મેચમાં જોવા મળ્યા  વિજય માલ્યા

મેચમાં જોવા મળ્યા  વિજય માલ્યા

વેપારી વિજય માલ્યા ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાગેડુ વેપારી વિજય માલ્યાની ધરપકડ કરવાની દરેક સંભવ કોશિશ ભારત સરકાર કરી ચૂકી છે. વિજય માલ્યા વિરુદ્ધ અનેક બેંકો પાસેથી લગભગ 9000 કરોડ રૂપિયા લઇને ભાગી જવાના આરોપ સહિત અન્ય ઘણા કેસો નોંધાયા છે. તેઓ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક પણ છે.

બેંકો પાસેથી પૈસા લઇને વિજય માલ્યા લંડન નાસી છૂટ્યા હતા. વિજય માલ્યાના કેસ મામલે ઇડી પોતાની ચાર્જ શીટ તૈયાર કરી ચૂકી છે, જલ્દી જ માલ્યા વિરુદ્ધ લંડનની કોર્ટમાં આ ચાર્જ શીટ ફાઇલ કરવામાં આવશે. લંડનના વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આઇડીબીઆઇ બેંક પાસેથી લગભગ 900 કરોડની લોન લેવાના મામલે વિજય માલ્યા વિરુદ્ધ સુનવણી ચાલી રહી છે.