જીએસટી રજીસ્ટેરશન માટે તા.૧થી ૧૫ જુન વીન્ડો ઓપન

જીએસટી રજીસ્ટેરશન માટે તા.૧થી ૧૫ જુન વીન્ડો ઓપન

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ખાસ હાજર સેક્રેટરીએ કહ્યુ હતુ કે અત્યારે રજીસ્ટ્રેશન માટે વીન્ડો બંધ એટલા માટે છે કે વેટનો ડેટા જીએસટીમાં ટ્રાન્સફર કરી શકાય. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં ૪.૯૦ લાખ વેપારીઓમાં ૯૦ ટકા વેપારીઓ જેઓ વેટમાં નોધાયેલા છે તે વેપારીઓનું  જીએસટીમાં માઇગ્રેશન પુરુ કરવામાં આવ્યુ છે અને હવે જે બાકી રહી ગયા છે તે વેપારીઓ આવતા મહિને ૧૫ દિવસ વીન્ડો ખુલશે ત્યારે પ્રોસેસ કરી રજીસ્ટ્રેશન પુરુ કરી શકશે.

જીએસટીમાં એઆરએન જનરેટ થઇ હોય છતા ભુલ થઇ જાય તો વીન્ડો ખુલે ત્યારે ૧૫ દિવસમાં મોડીફીકેશન થઇ શકશે. મોડીફીકેશનની પ્રક્રિયા ખુબ સરળ છે અને વેપારી જાતે પણ કરી શકશે. ગઇકાલે વિશ્વભરમાં થયેલા સાયબર હુમલા અંગે એક પ્રશ્નના ઉત્તરમાં સેક્રેટરીએ કહ્યુ હતુ કે જીએસટી માટે ફુલપ્રુફ સીસ્ટમ છે તેમજ ટ્રાન્સપોર્ટરોએ સાથે રાખવા માટે ઇ-વેબીલ અંગે તા.૧૮ તેમજ ૧૯મીએ નિર્ણય લેવાશે.

દરમિયાન જીએસટીના  તજજ્ઞાોએ જણાવ્યુ હતુ કે જે વ્યક્તિ વ્યાપાર વ્યવસાય સાથે સંકળાયેલ છે તે જીએસટીનો ઇન્કાર ના કરી શકે. ડેસ્ટીનેશન બેઝડ ટેક્ષ, સપ્લાય, સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી, સીવીડી, એસએડી, સીએસટી અને વેટ, એન્ટ્રી ટેક્ષ એન્ડ ઓક્ટ્રોય, સરચાર્જ એન્ડ સેશ, સર્વીસ ટેક્ષનુ રીપ્લેશમેન્ટ એટલે જીએસટી છે.