ખોટ કરનાર BRTS ને મ્યુનિ.કોર્પોરેશને  કરોડની લોન આપી

ખોટ કરનાર BRTS ને મ્યુનિ.કોર્પોરેશને  કરોડની લોન આપી

એએમટીએસની જેમ ટકી રહે તે માટે પ્રયાસો આદર્યા છે જના ભાગરૃપે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને અત્યાર સુધીમાં રૃા.૭૩.૮૨ કરોડની લોન આપી છે. મ્યુનિ.સત્તાધીશોએ બીઆરટીએસ બનાવી લાખના બાર હજાર જેવો વહીવટ કર્યો છે.

વર્ષ ૨૦૦૯-૧૦થી બીઆરટીએસની ખોટ રૃા.૪૫૮.૬૮ લાખ હતી જે વધીને વર્ષ ૨૦૧૪-૧૫માં રૃા.૨૫૨૪.૧૯ લાખ થઇ છે. આ જ બીઆરટીએસની સિક્યુરિટી પાછળ મ્યુનિ.કોર્પોરેશન અંદાજે પાંચેક કરોડ ખર્ચ કરી રહી છે. છેલ્લાં છ વર્ષમાં બીઆરટીએસની સુરક્ષા માટે સિક્યુરિટી એજન્સીઓને રૃા.૨૩.૭૬ કરોડ ચૂકવાયાં છે. મ્યુનિ.સત્તાધીશોએ ગોઠવણ પાડી સિક્યુરિટી એજન્સીઓને પણ બખ્ખા કરાવી દીધા છે.

અમદાવાદ જનમાર્ગ લીમીટેડ ઉપરાંત ખાનગી કોન્ટ્રાકટરોની બસો પણ બીઆરટીએસમાં ફરી રહી છે. નોન એસી ડિઝલબસને પ્રતિ કીમી રૃા.૪૯.૪૭ ચૂકવાય છે.જૂની એસી ડિઝલબસને રૃા.૫૧.૯૯ પ્રતિ કીમી ,નવી એસી ડિઝલ બસને રૃા.૫૫.૨૪ કિમી ચૂકવવામાં આવે છે.