વાર્ષિક ૨૦ લાખ ડોલરની રોયલ્ટી ચૂકવશે

વાર્ષિક ૨૦ લાખ ડોલરની રોયલ્ટી ચૂકવશે

કાર્મિકેલ કોલ માઇન પ્રોજેક્ટ માટે  રોયાલિટી પેટે અદાણી ક્વિન્સલેન્ડ સરકારને વાર્ષિક ધોરણે ફક્ત ૨૦ લાખ ડોલર ચૂકવશે તેવો અહેવાલ ઓસ્ટ્રેલિયન મીડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો કે આ અહેવાલને ફગાવી દેતા ઓસ્ટ્રેલિયામાં અદાણીના પ્રવક્તાએ જણાવ્યું છે કે ક્વિન્સલેન્ડ સરકાર સાથે આવી કોઇ સમજૂતી કરવામાં આવી નથી. 

એબીસી ન્યૂઝે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ક્વિન્સલેન્ડ સરકાર અને અદાણી વચ્ચે થયેલી સમજૂતી મુજબ હાલમાં અદાણી ક્વિન્સલેન્ડ સરકારને રોયાલિટી પેટે ફક્ત ૨૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર આપશે. જો કે કેટલાક વર્ષો પછી આ રકમમાં વધારો કરવામાં આવશે. સોર્સ ગુજરાત સમાચાર